બાળપણમાં મગરને ઉઠાવીને ઘરે લાવ્યા હતા PM મોદી, 18 વર્ષમાં લીધું પહેલું વેકેશન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શૉ ‘મેન vs વાઇલ્ડ’માં શૉનાં હૉસ્ટ બેયર ગ્રિલ્સની સાથે પોતાના જીવનની ઘણી વાતો શેર કરી છે. આ દરમિયાન ગ્રિલ્સે પીએમ મોદીનાં જીવનથી સંબંધિત ઘણા પ્રશ્નો પુછ્યા, જેના પીએમ મોદીએ શાનદાર રીતે જવાબ આપ્યા. બેયર ગ્રિલ્સે પ્રધાનમંત્રી મોદીથી પ્રશ્ન કર્યો કે તેમણે બાળપણમાં એક મગર પકડ્યો હતો. આના પર પીએમ મોદીએ કહ્યું કે, તેઓ બાળપણમાં રમત રમતમાં એક મગર પકડીને ઘરે લાવ્યા હતા, ત્યારબાદ તેમણે મગરને પાછો છોડી દીધો હતો.

પીએમ મોદીએ બેયર ગ્રિલ્સને જણાવ્યું કે, “17-18 વર્ષની ઉંમરમાં મે ઘર છોડ્યું હતુ. કંઇ સમજમાં નહોતુ આવી રહ્યું કે શું કરું. હું હિમાલય ગયો. અહીંનાં લોકો સાથે સમય વિતાવ્યો. તપસ્વીઓને મળ્યો. જંગલમાં કંઇક વાત છે જે સૌને બરાબર કરી દે છે.” પીએમ મોદીએ બેયર ગ્રિલ્સને જણાવ્યું કે, “જો આને વેકેશન કહીએ તો 18 વર્ષમાં આ તેમનું પહેલું વેકેશન છે.”

બેયર ગ્રિલ્સે પીએમ મોદીને પુછ્યું કે, તેમના મનમાં પહેલીવાર પ્રધાનમંત્રી બનવાનો વિચાર ક્યારે આવ્યો? આ પ્રશ્નનાં જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, “લગભગ 13 વર્ષ એક રાજ્યનો સીએમ રહ્યો. ત્યારબાદ દેશની જનતાએ પીએમ બનાવી દીધો.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે હંમેશા વિકાસ પર ધ્યાન આપ્યું.