કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ નાણા પ્રધાન પી.ચિદંબરમ INX મિડિયા કૌભાંડ ઉપરાંત અન્ય મામલામાં પણ ફસાયા છે,આ ક્રમમાં ઇડીએ એર ઇન્ડીયા વિમાન કૌંભાડમાં તેમની પુછપરછ કરી હતી,જે લગભગ 8 કલાક ચાલી હતી, એવું લાગી રહ્યું છે કે ઇડી આ કેસમાં વધુ કડકાઇ દાખવી શકે છે.
મનમોહન સરકારનાં સમયમાં આ ચર્ચિત ઘોટાળો થયો હતો, અને તે સમયે NCPનાં પ્રફુલ પટેલ નાગરિક ઉડ્ડયન પ્રધાન હતાં, વર્ષ 2011ની રિપોર્ટમાં કેગએ તેનો ઘટસ્ફોટ કર્યો હતો.
એર ઇન્ડિયા અને ઇન્ડીયન એરલાઇન્સ દ્વારા 70 હજાર કરોડ રૂપિયાનાં વિમાનોની ખરીદીમાં થયેલા કૌંભાડ સાથે સંકળાયેલા આ મામલામાં તે સમયનાં ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલએ કહ્યું હતું કે વિમાનનાં સોદાને લીલી ઝંડી ચિદંબરમની અધ્યક્ષતાવાળી પ્રધાનનાં ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમુહે આપી હતી.
ત્યાર બાદ તપાસ એજન્સીઓેએ ચિદંબરમ પર ભીંસ વધારી છે, વિમાન કૌંભાડમા ઇડીએ આ પહેલા પણ ચિદંબરમને નોટીસ જારી કરી ચુક્યું છે.
અવિયેશન લોબિસ્ટ દિપક તલવાર સાથે પ્રફુલ પટેલનાં સંપર્ક હોવાની વાત બહાર આવી રહી છે, તલવાર પર આરોપ છે કે તેણે ઉડ્ડયન મંત્રાલયમાં પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ખાનગી એરલાઇન્સને ફાયદાનાં રૂટ અપાવ્યા હતાં, તેનાથી એર ઇન્ડીયાને મોટું નુકસાન થયું હતું, ઇડીએ જુન મહિનામાં પ્રફુલ પટેલ સાથે પણ પુછપરછ કરી હતી.