રાજ્યમાં ચોમાસાએ હજુ એની જમાવટ ચાલુ રાખી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 58 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં 110 મી.મી. અને કોટડા-સાંઘાણીમાં 98 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.27/09/2019 સવારે 7.00 કલાકે પુરા થતાચોવીસ કલાક દરમિયાન વાલોડ તાલુકામાં 83 મી.મી., મહુવામાં 81 મી.મી., લખતરમાં 74 મી.મી. અને તલાલામાં 72 મી.મી. મળી કુલ ચાર તાલકાઓમાં ત્રણ ઇંચ જેટલો જ્યારે મહેમદાવાદ, માંડવી, લોધિકા, વઢવાણ, હળવદ, ભાણવડ, ઉમરેઠ, ઉના, સૂત્રાપાડા, ભેંસાણ, કેશોદ, અમદાવાદ શહેર, મોરબી, ખંભાળીયા અને માંગરોળ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 129.43 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 148.10 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં 99.40 ટકા, પૂર્વ-મધ્ય ગજરાતમાં 120.85 ટકા, સૌરાષ્ટ્રમાં 129.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 140.50 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ 204 જળાશયોમાં 91.36 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 61.54 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.19 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 97.69 ટકા, કચ્છના 20 જળાશયોમાં 75.57 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 87.34 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે.
રાજ્યના 204 જળાશયોમાં 5,08,309.28 એમ.સી.એફ.ટી. જળ સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 91.31 ટકા જેટલો છે. સરદાર સરોવર જળાશયમાં 3,29,416.91 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 98.60 ટકા જેટલો થાય છે.
રાજ્યના 102 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. 61 જળાશયો 70 ટકા થી 100 ટકાની વચ્ચે, 11 જળાશયો 50 ટકા થી 70 ટકાની વચ્ચે, 13 જળાશયો 25 ટકા થી 50 ટકાની વચ્ચે જ્યારે 17 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 2,29,895 કયુસેક પાણીની આવક સામે 1,71,438 કયુસેક પાણીની જાવક, ઉકાઇ ડેમમાં 1,06,631 કયુસેક પાણીની આવક સામે 1,23,092 કયુસેક પાણીની જાવક, કડાણા ડેમમાં 29,094 કયુસેક પાણીની આવક સામે 27,894 કયુસેક પાણીની જાવક, વણાકબોરી ડેમમાં 28,630 કયુસેક પાણીની આવક સામે 26,080 કયુસેક પાણીની જાવક, પાનમ ડેમમાં 13,540 કયુસેક પાણીની આવક સામે 14,170 કયુસેક પાણીની જાવક છે.

