ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં ભારતીય પાયલોટ સહિત બે પાયલોટના મોત થયા હતા. સેનાનું ચિત્તા હેલિકોપ્ટર શુક્રવારે ભૂતાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે મોત થયા હતા.
ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે નિધન થયા હતા. દુર્ઘટનામાં ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ અધિકારી અને તેમના સાથે પ્રશિક્ષણ મેળવી રહેલા ભૂતાનની સેનાના પાયલોટનું મોત થયું હતું. ભારતીય સેનાનું હેલિકોપ્ટર ખેંટોગમની પહાડી ખાતે તાશીગંગા પહાડી પાસે યોનફુલામાં ઉતરાણ માટે પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે આ સમસ્યાને લઈ અકસ્માત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, 80ના દશકાથી ઉપયોગમાં લેવાઈ રહેલા ચિત્તા હેલિકોપ્ટર હવે ‘ડેથ ટ્રૈપ’ તરીકે ઓળખાઈ રહ્યા છે અને આર્મીના અધિકારીઓ ઘણા લાંબા સમયથી તેને દૂર કરવા માંગ કરી રહ્યા છે. અગાઉ સોમવારના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં એક હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી.
લેન્ડિંગ સમયે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાતા અકસ્માત થયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહોતી નોંધાઈ અને તેમાં સવાર પાંચ મુસાફરો અને એક પાયલોટને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

