આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રાંચીમાં આરામ ફરમાવી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હમણાથી પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત રહે છે. સવારે જેએસસીએ ,સ્ટેડિયમ જઇને કલાકો સુધી જીમમાં મહેનત કર્યા બાદ ટેનિસ રમે છે. સાંજ થતાની સાથે માહી બિલિયડ્સમાં હાથ અજમાવે છે. જ્યારથી વિદેશોમાં રજા ગાળીને ધોની પાછો આવ્યો છે ત્યારથી આ ધોનીનું રોજનું રુટિન છે. ગુરુવારે પણ મહેન્દ્ર સિંહ ધોની જીમમાં કસરત કરતા જોવા મળ્યા હતા. ત્યારે તેમની નજર ગ્રાઉન્ડમેન બાસુદા પર પડી અને તેમનો હાલ પુછ્યો. તેમજ 10 મિનીટ સુધી બાસુ દા સાથે વાતચીત કરી હતી. તેમજ ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. ફોટો ક્લિક કરાવ્યા બાદ બાસુ દા એ જણાવ્યુ કે, ભલે ધોની એક બહુ મોટા ક્રિકેટર બની ગયા હોય પણ આજે પણ તે એવા જ છે, જેવા પહેલાં હતા.

