ભારતે ICC મહિલા ટી20 વર્લ્ડ કપ ગ્રુપ એ મેચમાં બાંગ્લાદેશને 18 રનથી હરાવીને સતત બીજી જીત નોંધવી છે. શેફાલી વર્મા અને જેમિમા રોડિદગ્ઝની શાનદાર ઈનિંગ બાદ પુનમ યાદવની બોલિંગના જાદૂથી ભારતને આ જીત મળી. 39 રનની શાનદાર ઈનિંગ રમનારી શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતે આ પહેલાની મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવ્યું હતું.
ભારતના 143 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ લેગ સ્પિનર પૂનમ યાદવ 18 રન પર 3 વિકેટ, તેજ બોલર શિખા પાંડે 14 રન પર 2 વિકેટ અને અરુંધતી રેડ્ડી 33 રન પર 2 વિકેટ ઝડપી. જેની સામે બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટ પર 124 રન કરી શકી. બાંગ્લાદેશની ટીમ તરફથી નિગાર સુલ્તાનાએ સૌથી વધારે 35 રન બનાવ્યા, જ્યારે મુર્શિદા ખાતૂને 30 રન કર્યાં.

