ભારતે રશિયાને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે એડવાન્સ પેમેન્ટ કરી દીધું છે. હવે ભારતને આ સિસ્ટમની પહેલી ડિલિવરી આવતા વર્ષે મળી જશે. આવનારા 6 વર્ષોમાં રશિયા ભારતને દરેક ડિફેન્સ સિસ્ટમ સોંપી દેશે. રશિયાની ન્યૂઝ એજન્સીએ ગુરુવારે આ વાતની જાણકારી આપી હતી.
આ રિપોર્ટ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરના તાજેતરના મોસ્કો પ્રવાસ બાદ સામે આવી છે. અહીં તેમણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેવી લવરોવથી મુલાકાત કરી હતી. રશિયાની ફેડરસ સર્વિસ તરફથી જાહેર નિવેદન પ્રમાણે ભારત સાથે S-400ના એડવાન્સ પેમેન્ટનો મુદ્દો સોલ્વ થઇ ગયો છે. જોકે પ્રોજેક્ટની ટેક્નિકલ માહિતી જાહેર કરવામાં આવી ન હતી.
શું છે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ?
S-400 મિસાઇલ સિસ્ટમ S-300નું અપડેટેડ વર્ઝન છે. તે 400 કિલોમીટરના દાયરામાં આવનારી મિસાઇલ અને પાંચમી પેઢીના ફાઇટર પ્લેનને પણ ખતમ કરી દેશે. રિપોર્ટ્સ પ્રમાણે ભારત અને રશિયા વચ્ચે આ કરાક રૂ. 39 હજાર કરોડમાં થયો હતો. આ સિસ્ટમ એક રીતે મિસાઇલ શીલ્ડનું કામ કરશે જે પાકિસ્તાન અને ચીનની એટમિક ક્ષમતા વાળી બેલિસ્ટિક મિસાઇલોથી બારતને સુરક્ષા આપશે. આ સિસ્ટમ એક સમયમાં 72 મિસાઇલ છોડી શકે છે. તે અમેરિકાના એડવાન્સ્ડ ફાઇટર જેટ F-35ને પણ તોડી શકે છે. તે સિવાય 36 પરમાણુ ક્ષમતા વાળી મિસાઇલને પણ એકસાથે નષ્ટ કરી શકે છે. ચીન બાદ આ ડિફેન્સ સિસ્ટમને ખરીદનાર ભારત બીજો દેશ છે.

