દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ માટેની ટીમ જાહેર, હાર્દિક પંડ્યાની વાપસી, ધોની વર્લ્ડકપ પછી સતત બીજી સીરિઝમાં નહીં રમે

ખેલ-જગત મુખ્ય સમાચાર

હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં રમનાર 25 વર્ષીય ઓલરાઉન્ડરને વેસ્ટ ઇન્ડીઝના ચાલુ પ્રવાસમાં આરામ અપાયો હતો. વર્લ્ડ કપના અંતે બે મહિનાનો બ્રેક લેનાર એમ.એસ. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ભાવિ અંગેની અનિશ્ચિતતા વધારી છે. તે અત્યારે અમેરિકામાં ચેન્નાઇ સુપરકિંગ્સના પ્રમોશનલ ઇવેન્ટમાં છે. હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યું કે તેણે પોતાનું નામ પાછું ખેંચ્યું છે કે તેને સ્થાન નથી મળ્યું.

પ્રથમ પસંદગીના ઝડપી બોલરો ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે કારણ કે ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે વર્લ્ડ કપ પહેલા ભારત તેની ટી -૨૦ ટીમમાં એક્સપરિમેન્ટ કરવા ઈચ્છે છે. ત્રણ મેચની ટી -20 શ્રેણી પ્રથમ ટી-20 15 સપ્ટેમ્બરે ધર્મશાલામાં, મોહાલી (18 સપ્ટેમ્બર) અને બેંગલોર (22 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. તે પછી બનેં દેશ બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ ટેસ્ટ રમશે.

સ્ક્વોડ: વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની