પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે પ્રાઇવેટ ટીવી ચેનલો દ્વારા ભારતીય ફિલ્મો અને સિરીયલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પુલવામા આતંકી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે તનાવ વધી રહ્યો છે. આ ક્રમમાં ભારતે પણ પાકિસ્તાની કલાકારોને કામ આપવાનો વિરોધ કર્યો છે. અને હવે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે કે પ્રાઇવેટ ટીવી ચેનલો દ્વારા ભારતીય ફિલ્મો અને સિરીયલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદ્યો છે. કોર્ટ દ્વારા આદેશ મંગળવારે આપવામાં આયો હતો. પાકિસ્તાનના ન્યાયાધીશે પાકિસ્તાની ખાનગી ચેનલો પર દર્શાવાતી ભારતીય ફિલ્મ અને સીરિયલોના પ્રસારણ અંગે સુનાવણી કરી હતી. રેડિયો પાકિસ્તાનની ખબર પ્રમાણે શીર્ષ ન્યાયાલયે ભારતીય ફિલ્મો તેમજ ટચૂકડા પડદાના કાર્યક્રમોના પ્રસારણ કરવા બદલ ખાનગી ચેનલો પર પાબંધી લાદી છે. ભારતીય ફિલ્મ અને ટીવીઇન્ડસ્ટ્રી સાથે ઘણા પાકિસ્તાની કલાકારો જોડાયેલા છે. આ પહેલા પણ ભારત-પાકિસ્તાન સીમા પરના વિવાદ અંગે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ ન આપવાની વાત થઇ છે.