છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધ-ઘટ જોવા મળી રહી છે. આજે પણ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે જો કે ડીઝલની કિંમતમાં થોડી રાહત જોવા મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.06 પૈસા મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 0.27 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ આજે 70.16 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.82 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

