બે કરોડ મહિલાઓ મતદારયાદીમાંથી ગાયબ છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે. ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી. પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો અધિકાર શા માટે છીનવી લેવામાં આવ્યો? ભારત સામે આ એક મોટો સવાલ છે. ભારતમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરતી આવી છે. આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષો કરતાં વધારે રહેવાનું અનુમાન છે. મોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તે પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપશે, અને આના માટે તે પોતાના પતિ કે પરિવારને પૂછશે નહીં.