ખેડૂતે મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગણી કરી છે. 29 વર્ષના પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે સીએમ યોગી આદિત્યનાથને 2000 રૂપિયા પરત મોકલી દીધા છે અને જો મુખ્યમંત્રી તેમની મદદ ન કરી શકે તો તેઓ ઓછામાં ઓછી તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દે. ખેડૂતે કહ્યું કે તેના પર 35 લાખ રૂપિયાનું દેવું છે. શર્માએ જણાવ્યું કે તેનો પરિવાર એક નાના એવા મકાનમાં ભાડે રહે છે.