વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પુલવામામાં જવાનો પરનો હુમલો ઘૃણાજનક હતો. હું એ હેવાનિયતભર્યા હુમલાને સખત રીતે વખોડું છું. જવાનોનું બલિદાન એળે નહીં જાય. આખું રાષ્ટ્ર આજે હુમલામાં શહીદ થયેલા જવાનોના કુટુંબીઓની પડખે ઊભું છે.
આજનો સીઆરપીએફ પરનો પાશવી હુમલાની ઘટના અત્યંત દુ:ખદાયક અને વ્યાકુળ કરનારી હતી. રાષ્ટ્ર માટે પોતાનો જાન ન્યોછાવર કરનાર દરેક જવાનને હું સલામ કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એ માટે હું પ્રાર્થના કરું છું. હંમેશ યાદ રહે એવો પાઠ ભણાવીશું.
– રાજનાથસિંહ
ત્રાસવાદીઓને ન ભુલાય એવો જવાબ આપવામાં આવશે.
– નાણાં પ્રધાન અરુણ જેટલી
પુલવામામાં આપણાં સૈનિકો પર થયેલા હુમલાથી વર્ણવી ન શકાય એવું દુ:ખ થયું છે. આ કાયરતાપૂર્ણ પગલું હતું. આપણા બહાદુર જવાનોના બલિદાન એળે નહીં જાય.
– ભાજપ પ્રમુખ અમિત શાહ
કાયરતાપૂર્ણ હુમલો. આ દુ:ખની ઘડીમાં દેશની પ્રત્યેક વ્યક્તિ શહીદ થયેલા જવાનોના પરિવારની પડખે છે.
– રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આવા ભયાનક ત્રાસવાદી હૂમલાની નિંદા કરવા માટે શબ્દ નથી મળતા. આ ગાંડપણ પતે એ પહેલા હજુ કેટલા જીવ લેવાશે?
– મહેબુબા મુફ્તિ

