2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી: હિલેરી ક્લિન્ટન

દેશ-વિદેશ

હિલેરી ક્લિન્ટલ સૌપ્રથમ વાર 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી ક્લિન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’

નોંધનીય છે કે હિલેરી ક્લિન્ટે 2016માં યુએસની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રમુખ દાવેદાર રહ્યા હતા. ક્લિન્ટનના મતે લોકો સમજે તે હું સુનિશ્ચિત કરીશ અને હું તેના માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડેમોક્રેટ્સ તરફથી જો બિડેન ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે હજુ સુધી બિડેને પોતાની દાવેદારી પ્રત્યે કોઈ સ્પષ્ટતા કરી નથી. હિલેરી ક્લિન્ટને ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકારે લેકોનો વિશ્વાસ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.