પીએમ નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ ગુજરાતીમાં શું કહ્યું, જાણો

ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુર ખાતેના મેદાનમાં ગુજરાતી ભાષામાં જ કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે. દરમિયાન સ્ટેજ પર આવકાર ટાણે જ એક મહિલા કાર્યકરે રાહુલ ગાંધીને ગાલ પર ચુંબન કરતા તેઓ ઘડીભર શરમાઇ ગયા હતા.

રાહુલ ગાંધીએ 5 લોકસભા મતવિસ્તારને આવરી લેતી સભાને સંબોધનની શરૂઆત જ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ચોકીદાર ચોર છેના નારા લગાવ્યા બાદ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મને આવકાર્યો છે, મારો આદર કર્યો છે, આથી હું પણ ગુજરાતની જનતાને દિલથી પ્રેમ કરું છું, હું ગુજરાત માટે કામ કરવા ઇચ્છું છું, તમે જ્યારે બોલાવશો હું આવીશ. દરમિયાન ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ગામ ખાતે મહિલા

કોંગ્રેસના આગેવાનોએ પણ રાહુલ ગાંધીને ફૂલોનો હાર પહેરાવ્યો હતો. આ દરમિયાન એક મહિલા કાર્યકરે રાહુલ ગાંધીને જાદુની ઝપ્પી આપી દીધી હતી. તમામ મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીને ઘેરી લીધા હતા, આ દરમિયાન રાહુલ ગાંધી થોડા શરમાયા હતા. દેશમાં પહેલા અચ્છે દિન આયેંગેના નારા લાગતા હતા હવે લોકો ચોકીદાર હી ચોર હૈના નારા લગાવે છે એવો શાબ્દિક પ્રહાર ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડ જિલ્લાના ધરમપુરના લાલ ડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પ્રારંભે કર્યા હતા.