ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે

ગુજરાત મુખ્ય સમાચાર

તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે. પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી. અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલ તા. 16મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઇ હતી. જેની સમય મર્યાદા વધારીને 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. તેની સાથે હેલ્મેટ અને HSRP નંબર પ્લેટની મુદત પણ વધારવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે.