વુહાનની લેબમાં પરીક્ષણ વખતે યુવતીની ભૂલથી કોરોના વાઈરસ લીક થયો : રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી અને આજે તે વિશ્વના ૧૮૮થી વધુ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલ એ સંશોધન ચાલી રહ્યું છે કે આ વાઇરસ કેવી રીતે આટલો ફેલાઇ ગયો અને ક્યાંથી તે લીક થયો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વુહાન પ્રાંતમાં આવેલી એક લેબમાંથી આ વાઇરલ ભુલને કારણે લીક થઇ ગયો હતો અને બાદમાં વુહાન પ્રાંતથી થઇને સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો છે. 

સાથે આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચામાચીડીયાઓ વચ્ચે ઉત્પન્ન થતા કોઇ બાયોવેપન નથી પણ વાઇરસ છે. જેનું સંશોધન વુહાન પ્રાંતની લેબમાં ચાલી રહ્યું છે. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચામાચીડીયામાંથી માનવીમાં આ વાઇરસનું ટ્રાંસમિશન થયું છે. એટલે કે ચામાચીડીયાથી જ આ વાઇરસની શરૂઆત થઇ છે. ચામાચીડીયા પર પ્રયોગ ચાલી રહ્યો હતો તે લેબ ચીનના વુહાન પ્રાંતમાં આવેલી છે, આ લેબમાં કામ કરતી એક યુવતીમાં સૌથી પહેલા આ વાઇરસ ચામાચીડીયામાંથી પ્રવેશ્યો હતો. જે બાદ આ યુવતી જેના પણ સંપર્કમાં આવી તેને આ લાઇરસ લાગી ગયો હતો. 

જ્યારે આ રિપોર્ટ અંગે અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે આ રિપોર્ટને ઠુકરાવ્યો નહોતો. આ રિપોર્ટના જણાવ્યા અનુસાર વુહાનના વાયરોલોજી લેબમાં જે યુવતી આ વાઇરસના સૌથી પહેલા સંપર્કમાં આવી હતી તે બાદ તેનો બોયફ્રેન્ડ પણ આ વાઇરસનો ભોગ બન્યો અને ધીરે ધીરે તે વુહાનના માંસાહાર માટે જાણીતા માર્કેટમાં પ્રવેશી ગયો હતો. વુહાનને જ કોરોના વાઇરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. આ સમગ્ર રિપોર્ટ અંગે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે આ રિપોર્ટને હાલ ઠુકરાવી નથી રહ્યા અને તેની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. હાલ દરેક એજન્સીઓ આ વાઇરસના ફેલાવાની તપાસમાં લાગી ગઇ છે અને ટુંકમાં તેનો સત્તાવારનો રિપોર્ટ સામે આવશે.