CBSE ધો.-12ના પરિણામ: ટોપર્સમાં છોકરીઓએ બાજી મારી, 500માંથી 499 માર્ક

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આ વખતે લોકસભા ચૂંટણીના લીધે સીબીએસઇની પરીક્ષાઓ પહેલાં જ થઇ અને આજે જ 12મા ધોરણના પરિણામોની જાહેરાત પણ થઇ ગઇ. સીબીએસઇએ એક સાથે તમામ 10 ઝોનના પરિણામ જાહેર કરી દીધા છે. આ વખતે 83.4 ટકા સ્ટુડન્ટની પાસ થયા છે. ગઇ વખતની સરખામણીમાં આ વખતે પરિણામ ઘણા વહેલાં આવી ગયા છે. જો કે હજુ સુધી કેટલાંય રાજ્યોના બોર્ડના પરિણામો પણ આવી ચૂકયા છે. આવો જાણીએ આ વખતના પરિણામોની ખાસ વાતો.

CBSE બોર્ડ ધોરણ-12ના પરિણામોની જાહેરાત કરી દીધી છે. આ વખતે પરિણામમાં છોકરીઓએ બાજી મારતા ટોપર્સમાં બંને છોકરીઓ છે. એટલું જ નહીં બંને એ સરખા માર્ક્સ મેળવ્યા છે. તો ત્રીજા નંબર પર પણ છોકરી જ છે. આવો અમે તમને આ ત્રણ ટોપર્સ અંગે જણાવીએ

પહેલા નંબર પર બે ટોપર્સ
– હંસિકા શુક્લા, ડીપીએસ ગાઝિયાબાદ, મેરઠ રોડ, માર્ક – 500 માંથી 499
– કરિશ્મા અરોરા, એસજી પબ્લિક સ્કૂલ, મુઝફ્ફરનગર, માર્ક – 500માંથી 499

બીજા નંબર પર ત્રણ ટોપર્સ: ત્રણેયના 500માંથી 498 માર્ક
ઋષિકેશની ગૌરંગી ચાવલા, રાયબરેલીની ઐશ્વર્યા અને હરિયાણાની ભવ્યા જિંદલ.

છોકરીઓએ ફરી બાજી મારી
આ વર્ષે ધોરણ-12ની પરીક્ષામાં કુલ 83.4 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓએ ફરી એકવખત બાજી મારી છે. જ્યાં 88.7 ટકા છોકરીઓ પાસ થઇ છે ત્યાં 79.5 ટકા છોકરાઓ પાસ થયા છે અને 83.3 ટકા ટ્રાન્સજેંડર પાસ થયા છે. આ વખતે કુલ 3114821 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દેશભરના 4974 સેન્ટર્સની સાથો સાથ વિદેશના 78 સેન્ટર્સ પર પણ એક્ઝામ લેવાઇ હતી.

રીઝનમાં ત્રિવેન્દ્રમ ટોપ પર
રીઝનના મામલામાં ત્રિવેન્દ્રમ 98.2 ટકા રિઝલ્ટની સાથે ટોપ પર છે. 92.3 ટકા પાસ પર્સેન્ટેજની સાથે ચેન્નાઇ બીજા નંબર પર છે અને 91.78 ટકાની સાથે દિલ્હી ત્રીજા નંબર પર છે.

ખાનગી સ્કૂલો કરતાં શ્રેષ્ઠ સરકારી સ્કૂલના પરિણામો
ખાસ વાત એ છે કે ગવર્મેન્ટ-અડેડ સ્કૂલોના 88.49 ટકા સ્ટુડન્ટ પાસ થયા છે. જ્યારે ખાનગી સ્કૂલોમાં સૌથી ઓછા 82.59 ટકા વિદ્યાર્થી પાસ થયા છે.