ઇશરત જહાં કેસમાં CBI કોર્ટે પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે. સીબીઆઈ જજ જે.કે. પંડ્યાએ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે.
રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. કોર્ટે એન.કે અમીન અને ડી.જી વણઝારાની અરજી મંજૂર રાખતા 197 હેઠળ કેસ ન કરવા આદેશ કર્યો છે. કોર્ટે બંનેને 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે.
સીબીઆઈ કોર્ટના ચુકાદા પર એન.કે. અમીન અને ડી.જી. વણઝારાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે આને સત્યની જીત ગણાવી હતી. જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે આંતકી અને દેશદ્રોહી હતા. જો એન્કાઉન્ટર ન કરવામાં આવ્યું હોત તો ગુજરાત અને દેશ પર મોટું જોખમ ઉભું થાત. જ્યારે કે અમીને કહ્યું કે હકીકતમાં પીડિત તેઓ હતા કેમકે તેમના પર ખોટા આરોપ મુકી જેલભેગા કરી દેવાયા હતા. જેલમાં ભોગવેલી યાતના વર્ણવી શકતા નથી. જે રીતે કેસમાં આટલો વિલંબ થયો તેનું દુઃખ છે પરંતુ મોડે મોડે અમને ન્યાય મળ્યો છે.

