ટેલર અને વિલિયમ્સનની સદી બાદ બીજી ટેસ્ટ મેચ રહી ડ્રો, ન્યુઝીલેન્ડે ૧-૦ થી જીતી સીરીઝ

ખેલ-જગત મુખ્ય સમાચાર

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. અંતિમ દિવસે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સદીના આધારે ન્યુઝીલેન્ડ ટીમ મજબુત સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને ૧૪૦ રનની લીડ બનાવી ચુકી હતી. તેમ છતાં વરસાદ અને ખરાબ વાતવરણના કારણે મેચને રોકવી પડી અને બાદમાં મેચને ડ્રો જાહેર કરી સમાપ્ત કરવામાં આવી હતી.

તેની સાથે ન્યુઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સીરીઝ ૧-૦ થી પોતાના નામે કરી લીધી છે. કેન વિલિયમ્સને જ્યાં પોતાની ૨૧ મી ટેસ્ટ સદી ફટકારી જ્યારે રોસ ટેલરે ૧૯ મી સદી પૂરી હતી.

આ અગાઉ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં ટોમ લાથમની શાનદાર સદીની ઇનિંગના આધારે ૩૭૫ રન બનાવ્યા હતા, જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા જો રુટની બેવડી સદી અને રોરી બર્ન્સની સદીના આધારે ૪૭૬ રન બનાવ્યા અને લીડ બનાવી લીધી હતી.

જ્યારે બીજી ઇનિંગમાં શરૂઆતી ઝટકોથી બહાર આવતા ન્યુઝીલેન્ડ ટીમે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સદીના આધારે બે વિકેટે ૨૪૧ રન બનાવી ૧૪૦ રનની લીડ બનાવી લીધી હતી. તેમ છતાં અંતિમ દિવસે મેચ વરસાદના કારણે મેચની પરિણામ આવી શક્યું નહોતું. જેના કારણે મેચને ડ્રો સમાપ્ત કરવામાં આવી હતી. આ મેચના હીરો રહેલ જો રુટને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે નીલ વાગ્નેરને પોતાની શાનદાર બોલિંગ કારણે મેન ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ અગાઉ ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવવાના કારણે સીરીઝની વિજેતા રહી હતી.