આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો, બે ટ્રેનોનો રુટ બદલવાની ફરજ પડી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અગાઉથી હવામાન ખાતાએ આપેલી ચેતવણી સાચી પડતી હોય એમ આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આજે સવારે ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદનું જોર એટલું હતું કે બે ટ્રેનનો રૂટ બદલવાની ફરજ પડી હતી.

ગોદાવરી, વિશાખાપટ્ટનમ અને વિજયનગરમમાં અગાઉજ એલર્ટ જાહેર કરી દેવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિહેબિલિટેશન ટીમ વરસાદવાળા વિસ્તારમાં પહોંચી ગઇ હતી. ઠેર ઠેર ચેતવણીસૂચક હોર્ડિંગ્સ અને રેડિયો તથા ટીવી પર સતત જાહેરાત થતી રહી હતી કે કયા વિસ્તારોમાં લોકોએ કેટલી હદે સાવચેત રહેવું.

કાંઠાળ જિલ્લા શ્રીકાકુલમમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ પણ કાંઠાળ વિસ્તારમાં સાવધાન રહેવાની ચેતવણી ઉચ્ચારી હતી.

સ્થાનિક હવામાન વિભાગે કહ્યું હતું કે 11 કાંઠાળ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે એટલે અનિવાર્ય કામ સિવાય લોકોએ બહાર નીકળવું નહીં.