કોરોના વાઇરસે શૅરબજારને ડરાવ્યું, સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનના કોરોના વાઇરસે દુનિયાભરના અર્થતંત્રની સાથોસાથ ભારતીય શૅરબજારને પણ અસર કરી હતી. આજે શુક્રવારે સવારે 1200 પોઇન્ટના કડાકા સાથે બજાર ખુલ્યું હતું.

ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 4,00,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

ગયા વર્ષના ઓક્ટોબરની 17મી પછી આ સૌથી મોટો કડાકો હતો. સેન્સેક્સ 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા જેટલો તૂટ્યો હતો. નીફ્ટી 312 એટલે કે 2.68 ટકા તૂટ્યો હતો.

કોરોના વાઇરસે દુનિયાભરમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું. ગુરૂવારે ડાઉ જોન્સમાં 900 પોઇન્ટનો કડાકો બોલ્યો એની અસર આજે શુક્રવારે ભારતીય શૅરબજાર પર દેખાઇ હતી.

ન્યુયોર્ક શેર બજારને પગલે એશિયાઇ બજારોમાં કડાકો

27 ફેબ્રુઆરી ન્યુયોર્ક શેર બજારમાં 1191 પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગઇ હતો. જે ઇતિહાસમાં ચોથા ક્રમનો મોટો કડાકો છે. બીજી તરફ નાસડેક 414 પોઇન્ટ તુટ્યો હતો. આ અહેવાલોને પગલે એશિયા બજારોમાં ધોવાણ ચાલું છે. સિંગાપુર નિફ્ટીમાં 370 પોઇન્ટનું ગાબડુ, જાપાનના નીક્કી ઇન્ડિક્સમાં 805 પોઇન્ટનું ગાબડુ, હોંગકોંગમાં 756 પોઇન્ટનું ગાબડુ, ઇન્ડોનેસિયામાં 283, સિંગાપુરમાં 93, તાઇવાનમાં 141, ચીનમાં 87, દક્ષિણ કોરિયામાં 68 પોઇન્ટના ગાબડા નોંધાયા હતા.