સ્કૉટલૅન્ડની રાજધાનીમાં આવેલી એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ ઇલેક્ટ્રૉનિક કંપની વૉશ સાથે મળીને એક રોબો તૈયાર કર્યો છે જે બગીચામાંથી ફૂલ તોડવાથી માંડીને વધારાની ડાળીઓનું ટ્રિમિંગ કરવાનું કામ પણ કરી લે છે. સાયન્ટિસ્ટોએ એને નામ આપ્યું છે ટ્રિમબોટ. એમાં મૅપિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે એટલે આસપાસની દિશાઓને એ સારી રીતે સમજી શકે છે. ૧૦ કૅમેરા અને અનેક પ્રકારનાં સેન્સર્સ એમાં છે જે કટિંગ ટૂલને કન્ટ્રોલ કરે છે.
એને કારણે છોડ અને વૃક્ષોની વાડને પારખીને એ બગીચામાં ફરે છે અને દરેક છોડને યોગ્ય શેપમાં ટ્રિમ કરવાનું તેમ જ ફળ-ફૂલ ચૂંટવાનું કામ સરળતાથી કરી શકે છે. ફૂલ તોડવાની તાલીમ પણ તેને સરસ આપવામાં આવી છે જેથી છોડના અન્ય હિસ્સાને નુકસાન ન થાય. આ રોબોને બનાવવા માટેનું ફન્ડ યુરોપિયન યુનિયન્સ હૉરાઇઝન ૨૦૨૦ પ્રોગ્રામ દ્વારા મળ્યું છે.