ભારતીય રેલવેએ ઑનલાઇન ટિકિટ બુકિંગ પર રિફંડ સિસ્ટમ બદલી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC)એ તેની ઘોષણા કરી છે. હવે એજન્ટ દ્વારા બુક કરાવેલી ટિકિટ રિફંડ કરાવા માટે વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP ફરજિયાત હશે. IRCTCથી ટિકિટ બુક કરાવા પર રજીસ્ટર્ડ ઇમેલ અને મોબાઇલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવે છે. આ પગલું એજન્ટ દ્વારા થતા બુકિંગ્સને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે લેવામાં આવ્યું છે. જો કોઇએ એજન્ટ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરાવી હોય તો તેને કેન્સલ પણ તે જ કરશે. એજન્ટના આઇડીથી ટિકિટ કેન્સલેશન રિક્વેસ્ટ આવ્યા બાદ પેસેન્જરના તે મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે જે બુંકિંગ સમયે આપવામાં આવ્યો હશે. Refund મેળવવા માટે IRCTC એજન્ટ સાથે આ OTP શેર કરવાનો રહેશે. IRCTC એક સરકારી કંપની છે. તેને ભારતીય રેલવે દ્વારા રેલવેમાં કેટરિંગ સેવાઓ, ઓનલાઇન રેલવે ટિકિટ અને રેલવે સ્ટેશનો અને ભારતીય રેલગાડીઓમાં પેકેજ્ડ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવા માટે અપ્રુવ કરાવામાં આવી છે.

