બેંક લોનથી માંડી અનેક નાણાકીય વ્યવહારોના ગોટાળામાં અનેકવાર બોગસ સીએ દ્વારા અપાયેલ બોગસ સીએ સર્ટીફેકટના આધારે મોટુ કૌભાંડ બહાર આવતુ હોય છે ત્યારે નાણાકીય વ્યવહારોમાં અપાતા સીએ સર્ટિફિકેટને ઓથેન્ટિક કરવા અને બોગસ સીએને પકડવા માટે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (યુડીએન)સીસ્ટમ લોન્ચ કરવામા આવી છે. આ સીસ્ટમ અંતર્ગત હવે કોઈ પણ સીએ દ્વારા કંપનીની નેટવર્થથી માંડી વેલ્યુએશન સહિત કોઈ પણ નાણાકીય વ્યવહાર માટે અપાતુ સર્ટિફેકટ યુનિક આઈડી નંબર સાથે જ અપાશે. ઈન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિસ કરતા કોઈ પણ સીએ આ વેબપોર્ટલ પર રજિસ્ટર્ડ થઈ શકશે અને જેમાં રજિસ્ટ્રશન સમયે ચાર્ટડ એકાઉન્ટન્ટે તેના એનરોલમેન્ટ નંબરથી માંડી તમામ ડોક્યુમેન્ટસ અને વિગતો આપવાની રહેશે ત્યારબાદ ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપનીઓથી માંડી સેલરાઈઝડ પર્સનને જે પણ સર્ટિફિકેટ આપશે તેમાં યુનિક આઈડી નંબર હશે.આ યુનિક આઈડી નંબર દરેક સર્ટિફિકેટ વખતે બદલાઈ જશે. આ નંબર ૧૮ આંકડાનો હશે અને જેમાં છેલ્લા બે આંકડા ચાલુ વર્ષના હશે તેમજ ૬ આંકડા સીએનો મેમ્પરશિપ નંબર હશે. ચાર્ટડ એકાઉન્ટનન્ટ પોતાના લોગ ઈન પાસવર્ડથી યુડીએન વેબસાઈટ પરથી યુનિક નંબર જનરેટ કરી શકશે અને જે માટે તેને દરેક સમયે ઓટીપી નંબર આવશે જેના દ્વારા યુનિક આઈડી નંબર મળી શકશે. માત્ર ફુલ ટાઈમ સીએ જ આ યુનિક આઈડી નંબર જનરેટ કરી શકશે. આઈસીએઆઈના પ્રેસિડેન્ટે જણાવ્યુ કે હવેથી સીએ દ્વારા અપાતા કોઈ પણ ફાઈનાન્સિયલ ડોક્યુમેન્ટ-સર્ટિફિકેટ પર યુનિકઆઈડી નંબર ફરજીયાત છે.

