મહારાષ્ટ્રમા બેન્ડ બાજા વિનાની સરકાર રચનાની ઘટના ઈતિહાસમા કાળી સ્યાહીથી અંકિત થશે : અહમદ પટેલ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર થયેલા રાજકીય ઘટનાક્રમને લઈને કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જે અંગે બોલતા કોંગ્રેસના સીનીયર નેતા અહમદ પટેલે કહ્યું હતું કે બેન્ડ બાજા અને જાન લીધા વિના સીએમ અને ડેપ્યુટી સીએમએ શપથ લઈ લીધા હતા. આ ઘટના રાજકીય ઈતિહાસમા કાળા અક્ષરે લખવામા આવશે. કોઈ પણ જાતની તપાસ અને પૂછતાછ વિના સરકારને શપથ અપાવી દેવામા આવ્યા છે. તેથી લાગે છે કે કોઈ ગડબડ ચોક્કસ છે.

આ મુદ્દે અહમદ પટેલે કહ્યું કે બેશરમીની તમામ હદો પાર કરી દેવામા આવી છે. એનસીપીના કેટલાંક લોકોનું લીસ્ટ મળ્યું હતું જેના લીધે આ ઘટના ઘટી છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે ત્રણ પક્ષ સાથે આવ્યા હતા. તેમજ આજે પણ ત્રણ દળો સાથે છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ છે. અમારી તરફથી કોઈ વાર કરવામા આવી નથી. કોંગ્રેસ પર આરોપ લગાવવામા આવે છે તે નિરાધાર છે. તે વાત સાચી છે કે અમુક મુદ્દાઓ પર સહમતીમાં વાર લાગી છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા સરકાર રચનાના રાજકીય ખેલમાં ભાજપે શિવસેનાને મ્હાત આપી છે. જેમાં શિવસેના એક તરફ સીએમ પદના મુદ્દે ભાજપથી અલગ પડી પરંતુ તેમ છતાં શિવસેના પોતાની પાર્ટીનો સીએમ બનાવવામા નિષ્ફળ નીવડ્યો હતો.

જેમામહારાષ્ટ્રમા શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર રચનાની કવાયત વચ્ચે દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જયારે એનસીપીના અજીત પવારને ડેપ્યુટી સીએમની શપથ લીધી છે.મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ વહેલી સવારે શપથ અપાવ્યા હતા.