શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે સીરિયલ બ્લાસ્ટના 4 દિવસની અંદર આજે ફરીથી રાજધાની કોલંબોથી 40 કિમી પૂર્વ સ્થિત પુગોડા સિટીમાં બ્લાસ્ટ થયા છે. પોલીસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ પુગોડામાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ એક ખાલી જગ્યા પર થયા છે. પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે રવિવારે 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 359 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 10 ભારતીયો સામેલ છે.

