શ્રીલંકા બોમ્બર્સના નવા રિલીઝ થયેલા સીસીટીવી ફૂટેજમાં શ્રીલંકાના બોમ્બર બ્રધરનો ચહેરો અને ઓળખ સામે આવી છે. શ્રીલંકાના બે ઉદ્યોગપતિ ભાઇ ઇન્સાફ અને ઇલ્હામ ઇબ્રામહિમે લક્ઝરી હોટલ શાંગરી-લા અને સિનેમન ગ્રાન્ડમાં બ્લાસ્ટ કર્યા હતા. લેટેસ્ટ રિલીઝ થયેલા ફૂટેજમાં સિનેમન ગ્રાન્ડમાં ઇન્સાફ બ્રેકફાસ્ટ ટેબલ પર નર્વસ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બ્રેકફાસ્ટની લાઇનમાં ઉભઆ રહીને તેણે બ્લાસ્ટ કર્યો છે. આ બંને ભાઇઓ શ્રીલંકાના મહાવેલા ગાર્ડનમાં આલિશાન બંગલામાં રહેતા હતા અને તેઓએ જ આ સીરિયલ બ્લાસ્ટનું પ્લાનિંગ કર્યુ અને આતંકી હુમલાનો અંજામ આપ્યો છે.

