370ની અસર, પાક.મા મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવામાં આવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના લાહોર શહેરમાં મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ બે લોકોએ મહારાજા રણજીત સિંહની મુર્તીને ખંડીત કરી છે. આ જ વર્ષે જૂનમાં લાહોરના કિલ્લામાં મહારાજાની 9 ફુટની ઉંચી મુર્તી સ્થાપીત કરવામાં આવી હતી. શિખ સામ્રાજ્યના શાસક રહેલા રણજીત સિંહે 19 સદીના શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સહિત પંજાબમાં શાસન કર્યું હતું.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બન્ને આરોપી પર નિંદાના કાયદા હેઠળ કેસ દાખીલ કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવતી કલમ 370 નાબુદ કરવાથી બન્ને યુવકો વકર્યા હતા. બન્ને આરોપી મૌલાના ખઈમના સંગઠન તહરીક-લબ્બૈક સાથે જોડાયેલા છે.

લાહોર કિલ્લાના સંચાલનની દેખરેખ રાખનાર ઓથોરિટીએ કહ્યું કે, ઈદ બાદ મુર્તીનું સમારકામ કરવામાં આવશે. ત્યાંસુધી કેમ્પસ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મુર્તીના સમારકામ બાદ પ્રવાસીઓને મુલાકાત લેવા માટે પરવાનગી આપવામાં આવશે.