‘એક દેશ, એક ચૂંટણી’ મુદ્દે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળિય બેઠક બોલાવી. જો કે, કોંગ્રેસ સહીત ઘણી રાજકિય પાર્ટીઓ બેઠકમાં સામેલ થઇ નહી. સંસદમાં બપોરે મળેલી આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ, નીતીન ગડકરી, થાવરચંદ ગહેલોત, નરેન્દ્રસિંહ તોમાર રહ્યાં. વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું કે, એક સાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને નજીકથી નજર રાખવા માટે એક સમિતિ બનાવવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, મોટા ભાગની પાર્ટી ‘એક દેશ, એક ચૂંટણી’ને પોતાનું સમર્થન આપ્યું. સીપીએમ અને સીપીઆઇનો મત અલગ છે, પરંતુ તેમણે આ વિચારનો વિરોધ નથી કર્યો, બસ તેના કાર્યાન્વયન વિશે ચિંતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદી દ્વારા ગઠન કરવામાં આવેલા આ તમામ મુદ્દાઓ પર ધ્યાન રખાશે. તેમણે કહ્યું અમે 40 રાજકિય પાર્ટીઓને આમંત્રિત કરી હતી, જેમાં 21 પાર્ટીના અધ્યક્ષો હાજર રહ્યાં અને 3 અન્ય દળોએ લેખિતમાં પોતાનો મત મોકલ્યો.

