જેટના પાયલટ-એન્જિનિયર સ્પાઈસ જેટમાં 50 ટકા ઓછી સેલરીએ કામ કરવા તૈયાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સ્પાઈસ જેટે દેવામાં ડૂબેલી કંપની જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટોને નોકરીની ઓફર કરી છે. જોકે તેમાં કંપનીએ જેટના કર્મચારીઓને તેમની હાલની સેલરીની સરખામણીએ 30થી 50 ટકા ઓછી સેલરીથી નોકરીની ઓફર કરી છે. અમુક કર્મચારીઓએ તેમા સહમતી પણ દાખલી છે જ્યારે અમુક કર્મચારીઓને જેટનું સંકટ દૂર થવાની આશા છે. આ દરમિયાન જેટના 1100 પાયલટે નોકરી પર ન જવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, જેટના પાયલટ સામે વર્તમાન સેલરીથી 25થી 30 ટકા ઘટાડો અને એન્જિનિયર સામે 50 ટકા સુધી ઓછી સેલરી સાથે નોકરીનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં સુધી સ્પાઈસ જેટ સહિત અન્ય એરલાઈન્સ કંપનીઓ પાયલટ અને એન્જિનિયરોને સારુ પેકજ અને બોનસની સુવિધા સાથે નોકરી આપવા તૈયાર હતા.
2.એવિયેશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કામ બંધ થવાની શક્યતાએ અમુક કર્મચારીઓ ઓછા પગારમાં પણ કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. જોકે જેટના કર્મચારીઓની એવરેજ સેલરી પણ ઈન્ડસ્ટ્રીઝના લેવલ કરતા વધારે છે.
3.રિપોર્ટ પ્રમાણે એક સીનિયર એરક્રાફ્ટ એન્જિનિયરે સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરી હતી. ત્યાં તેમને મહિને રૂ. દોઢથી બે લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. જ્યારે જેટમાં તેમની વર્તમાન સેલરી માસીક રૂ. સાડા ચાર લાખ છે. સ્પાઈસ જેટ એક્ઝિક્યુટીવનું કહેવું છે કે, અમે કંપનીના સ્ટ્રક્ચર પ્રમાણે જ સેલરી ઓફર કરી રહ્યા છીએ.
4.એક અન્જિનિયરનું કહેવું છે કે, આ ઓફર ખૂબ ઓછી છે. કોઈ માત્ર પ્રેશરમાં જ આ સેલરી સ્વીકારી શકે છે. અમને તો આશા છે કે, કોઈ રોકાણકાર જેટ એરવેઝને ખરીદી લેશે અને અમારી સેલરી ફરી રેગ્યુલર થઈ જશે.
5.જેટના એક સીનિયર કમાન્ડરે જણાવ્યું કે, કર્મચારીઓ પણ એવી જગ્યાએ નોકરી શોધી રહ્યા છે જ્યાં સેલરી અને જોબ સિક્યુરિટી હોય. તેમના ઉપર પણ દેવાની સાથે અમુક જવાબદારીઓ છે. આ જ મોટું કારણ છે કે, અમુક કર્મચારીઓએ હજી જેટનો સાથ નથી છોડ્યો. તેઓ સ્પાઈસ જેટ, ઈન્ડિગો અથવા એર ઈન્ડિયામાં નોકરી કરવામાં સંકોચ અનુભવી રહ્યા છે. તેમનું માનવું છે કે, તે કંપનીમાં જવાથી તેમની સીનિયોરિટીને અસર થશે. તેઓ 3-5 વર્ષના બોન્ડ પણ સાઈન કરવા નથી માગતા.
6.મીડિયા રિપોર્ટ પ્રમાણે જેટ એરવેઝ છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે. કંપની પર રૂ. 8000 કરોડનું દેવું છે. મોટા ભાગના વિમાન એરપોર્ટ પર જ પડ્યા છે. 15 એપ્રિલ સુધી આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, અમે આ સ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
7.જેટ એરવેઝના પાયલોટે નિર્ણય કર્યો છે કે, તેઓ 15 એપ્રિલ સવારે 10 વાગ્યાથી ઉડાન નહીં ભરે. પાયલટના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (એનએજી)એ કહ્યું છે કે, પાયલટ સહિત એન્જિનિયર અને સીનિયર અધિકારીઓને જાન્યુઆરી મહિનાથી વેતન મળ્યું નથી. તેના વિરુદ્ધ પાયલટે સોમવારથી કામ પર ન જવાનો નિર્ણય કર્યો છે. ગિલ્ડ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, અમને નથી ખબર વેતન ક્યાં સુધી મળશે. એનએજીએ માર્ચમાં પણ વેતન ન મળવાથી એક એપ્રિલથી કામ ન કરવાનો નિર્ણય લીધો છે.