કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટ જાહેર કરતાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડથી રિટર્ન ભરી શકાશે. હવે આના અનુસંધાનમાં સીબીડીટી પ્રમુખે કહ્યું કે, ફક્ત ‘આધાર’ થકી ‘આવકવેરા રિટર્ન’ દાખલ કરનાર વ્યક્તિને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા વિભાગ જાતે જ એક ‘પાન’ આપશે.
સીબીટીડીના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું કે, પાન(પરમેનેન્ટ અકાઉન્ટ નંબર)ની ઉપયોગિતા નિશ્ચિત રીતે ખતમ થઈ નથી અને તાજેતરના બજેટમાં બંને ટેડાબેઝ(પાન અને આધાર)ને એકબીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે કહ્યું એ વધારાની સુવિધા છે, જેને જોડવા માટે સુનિશ્ચિત કરશે, જે હવે કાનૂન અંતર્ગત અનિવાર્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘એવા મામલામાં જ્યાં આધારનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે અને જ્યાં પાનનો ઉલ્લેખ નથી, ત્યાં અમે(આવકવેરા રિટર્ન જમા કરનાર) વ્યક્તિને પાન ફાળવણીની શક્યતા અંગે વિચારી શકીએ છીએ.’
સીબીટીડી પ્રમુખે કહ્યું કે, કાનૂનમાં જોગવાઈ છે આકલન કરનાર અધિકારી ખુદ જ પાન પણ ઈશ્યૂ કરી શકે છે. એટલા માટે, જો વગર પાન એ આધારનો ઉપયોગ કરાય છે તો અમે એમને પાન કાર્ડ આપીશું અને અરસપરસ જોડાઈ જશે.
તેમણે કહ્યું કે, બંને ડેટાબેઝને જોડવા જરુરી છે અને કાયદામાં એની જોગવાઈ છે.

