દેશભરમાં નાગરિકતા બિલના વિરોધમાં ભડકેલી હિંસા વચ્ચે મુસ્લિમ આગેવાન અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ મોટુ નિવેદન આપ્યુ છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, અમે વિરોધ દરમિયાન થઈ રહેલી હિંસાની નિંદા કરીએ છે અને જો આ કાયદા સામે હિંસા થઈ તો તેના વિરોધમાંથી હું અલગ થઈ જઈશ.વિરોધ વ્યક્ત કરવો દરેક નાગરિકોનો અધિકાર છે પણ હિંસા વગર વિરોધ પ્રદર્શન થવુ જોઈએ અને તો જ આ પ્રકારનો વિરોધ સપળ થશે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, આસામમાં એનઆરસી લાગુ થયા બાદ જે લોકો આ લિસ્ટમાંથી બહાર છે તેમની સાથે શું કરવામાં આવશે તે સરકાર સ્પષ્ટ કરશે. અફવાઓ ફેલાવવામાં સરકારનો પણ ફાળો છે.
નાગરિકતા બિલ અંગે ઓવૈસીની પાર્ટીની એક બેઠક હૈદ્રાબાદમાં યોજાઈ હતી.તેમણે આ દરમિયાન કહ્યુ હતુ કે, બિલનો પૂરજોશમાં વિરોધ થવો જોઈએ પણ તે પોલીસની પરવાનગી સાથે અને શાંતિપૂર્ણ રીતે હોવો જોઈએ.

