સુપ્રસિદ્ધ બેબી પાવડર જોનસન એન્ડ જોનસનમાં કેન્સરકારક એસ્બેસ્ટસ મળી આવ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બેબી પાવડર માટે સુપ્રસિદ્ધ કંપની જોનસન એન્ડ જોનસને પાવડરમાં કેન્સરકારક એસ્બેસ્ટસ હોવાના પૂરાવા મળ્યા છે. જે પછી કંપનીએ માર્કેટમાંથી મોટા પ્રમાણમાં વેચેલો માલ પાછો ખેંચ્યો છે.

અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં આ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાવડરમાં કેન્સરકારક ઘટક હોવાના દાવાને મહિનાઓ સુધી નકાર્યા પછી કંપનીએ જણાવ્યું કે, અમેરિકન ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનને ઓનલાઇન રિટેલરથી ખરીદવામાં આવેલા બેબી પાવડરના નમૂનામાં ક્રાઇસોટાઇલ એસ્બેસ્ટસના પૂરાવા મળ્યા હતા. આ ખુલાસા પછી કંપનીના શેરમાં 4.5 ટકાનો કડાકો થયો હતો.

જોનસન એન્ડ જોનસન કંપનીએ જણાવ્યું કે #22318RB લોટને માર્કેટમાંથી પાછો ખેંચવામાં આવ્યો છે, જેના 33 હજાર પાવડર બોટલ્સ એક અજાણ્યા રિટેલર દ્વારા વેચાણ કરવામાં આવ્યા હતા. કંપનીના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કંપનીએ માર્કેટમાંથી ઉત્પાદન પાછું ખેંચવુ પડ્યું હોય.

કંપનીએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું કે અમેરિકામાં ઉત્પાદન પાછું ખેંચવાનું કારણ એક અગમચેતી પગલુ છે. વિતેલા 40 વર્ષમાં હજારો ટેસ્ટમાં વારંવાર આ વાતની ખાતરી કરવામાં આવી હતી કે કંપનીના પાવડરમાં એસ્બેસ્ટસ નથી. કંપનીએ જણાવ્યું કે આની તપાસમાં 30 દિવસનો સમય લાગશે.

નોંઘનીય છે કે, બેબી પ્રોડક્સમાં પાવડર માટે જોનસન એન્ડ જોનસન કંપની વિશ્વસ્તરે મોખરાનું સ્થાન ધરાવે છે, પરંતુ આ પહેલી વાર બન્યું છે જ્યાં તેના પાવડરમાં કેન્સરકારક ઘટક હોવાના આરોપ લાગ્યા છે. જો કે કંપનીના કરોડો ગ્રાહકો પૈકી હજારો લોકોએ કંપની સામે કેસ કરી ફરિયાદ કરી હતી કે, બેબી પાવડરના ઉપયોગથી મેસોથેલિઓમા થઇ ગયું છે, જે એક પ્રકારનું કેન્સર છે અને એસ્બેસ્ટસ ઘટક આ માટ જવાબદાર ઘટક માનવામાં આવે છે.

આ પહેલા અમેરિકાની એક અદાલતે આજ વર્ષના ઓગસ્ટમાં કંપનીને 57.20 કરોડ ડોલર રુપિયાનો દંડ ફટકાર્યો હતો. કંપની પર આરોપ હતા કે તેણે જાણીજાઇને ઓપોયડના ખતરાની અવગણના કરી અને ફાયદા માટે ડોક્ટરોને દવા લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જો કે ઓકલાહોમા રાજ્ય સરકાર તરફથી ઓપોયડ પીડિતોની સારવાર માટે માંગવામાં આવેલા વળતરની સરખામણીમાં કોર્ટે કંપનીને ઘણો ઓછો દંડ ફટકાર્યો હતો. રાજ્ય સરકારે 17 અરબ ડોલરની માંગ કરી હતી.

જોનસન એન્ડ જોનસનના બેબી શેમ્પૂ પર સવાલો ઉભા થયા હતા જ્યારે રાજસ્થાન ડ્રગ કન્ટ્રોલ ઓગ્રેનાઇઝેશનને ટેસ્ટમાં પ્રતિકૂળ પરિણામો મેળવ્યા હતા, જેના આધાકે સંસ્થાએ કંપનીને નોટિસ મોકલી હતી. જો કે કંપનીએ આ આરોપોને ફગાવી દીધા હતા.