સબરીમાલા કેસમાં પુનઃ વિચાર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે 7 જજની બેન્ચને સોંપ્યો, મહિલાઓના પ્રવેશની મંજૂરીનો નિર્ણય યથાવત્

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સબરીમાલા કેસમાં પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે કેસ સાત જજની બેન્ચ પાસે મોકલી દીધો છે. બેન્ચે આ નિર્ણય 3:2થી કર્યો છે. જોકે કોર્ટે કહ્યું છે કે, અંતિમ ચુકાદો આવે ત્યા સુધી જૂનો આદેશ યથાવત્ રહેશે. કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4:1ની બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. નિર્ણય વિશે 56 પુન:વિચાર સહિત 65 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ વિશે 6 ફેબ્રુઆરીએ કોર્ટે ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો.

પુન:વિચાર અરજી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં 5 જજની બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કેસ મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય આપ્યો છે. જ્યારે જસ્ટિસ ફલી નરીમન અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે તેના વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.

અરજી દાખલ કરનાર લોકોનો હેતુ ધર્મ અને આસ્થા પર વિવાદ શરૂ કરાવવાનો
પુન:વિચાર અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, આ અરજી દાખલ કરનાર લોકોનો હેતુ ધર્મ અને આસ્થા પર વિવાદ શરૂ કરાવવાનો છે. મહિલાઓને ધાર્મિક સ્થળ પર પ્રવેશમાં પ્રતિબંધ લગાવવો આ મુદ્દો માત્ર સબરીમાલા સુધી સીમિત નથી. આ પ્રથા અન્ય ધર્મોમાં પણ પ્રચલિત છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા દેવા ધાર્મિક સ્થળો માટે એક સાર્વજનિક નીતિ બનાવવા જોઈએ. સબરીમાલા, મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અને ફિમેલ જિનેટલ મ્યૂટિલેશન સાથે જોડાયેલા ધાર્મિક મુદ્દાઓ પર મોટી બેન્ચ નિર્ણય કરશે.

ગુરુવારે નિર્ણય સંભળાવવાની બેન્ચમાં જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોક્ષા પણ સામેલ થયા હતા.

કોર્ટની એક માત્ર મહિલા જજે કહ્યું હતું- ધાર્મિક મુદ્દાઓ સાથે ચેડા ન કરવા જોઈએ

  • સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા કહ્યું હતું કે, વર્ષો જૂની હિન્દુ ધાર્મિક પ્રથા ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
  • જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું- ધર્મનિરપેક્ષતાનું માહોલ જાળવી રાખવા માટે કોર્ટે ધાર્મિક અર્થ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે ચેડા ન કરવા જોઈએ.
  • જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, શારીરિક કારણોસર મંદિરમાં આવતા રોકવાનો રિવાજ યોગ્ય નથી. આ નિયમ પુરુષ પ્રધાન વિચારસરણી દર્શાવે છે.
  • જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, મહિલાઓને માસિક ધર્મના કારણે મંદિરમાં આવતી રોકવી અબંધારણીય અને માનવતા વિરુદ્ધ છે.

પ્રદર્શન દરમિયાન 72 લોકોની ધરપકડ થઈ, 15 હજાર પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા
કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ કેરળના રાજપરિવાર અને મંદિરના મુખ્ય પુજારીયો સહિત ઘણાં હિન્દુ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચારણા અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે સુનાવણીનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટના નિર્ણયનો સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો. વિરોધ-પ્રદર્શન દરમિયાન અંદાજે 72 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં 15 હજાર પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા. સબરીમાલા કાર્યસમિતિએ આરોપ લગાવ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપીને રીત-રિવાજો અને પરંપરાને નષ્ટ કરી દીધી છે.

ભગવાન અયપ્પા બ્રહ્મચારી, 10-50 વર્ષની મહિલાઓનો પ્રવેશ વર્જિત
800 વર્ષ જૂના મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિશે દશકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. માન્યતા છે કે, 12મી સદીના ભગવાન અયપ્પા નિત્ય બ્રહ્મચારી છે. તેના કારણે મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓને પ્રેવશ આપવામાં આવતો નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં 50 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ પોલીસકર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે પૂજા પણ કરી હતી. ત્યારપછી મંદિરનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું.

1990માં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ઉઠ્યો હતો

  • 29 વર્ષ પહેલાં 1990માં મંદિરના પરિસરમાં 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશનો મુદ્દો ઉભો થયો હતો. તેમને રોકવા માટે કેરળ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
  • કોર્ટે અરજી મામલે ચુકાદો આપ્યો હતો અને સબરીમાલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંઘની સદીઓ જૂની પરંપરાને યોગ્ય ગણાવી હતી.
  • 2006માં આ પ્રતિબંધને પડકાર મળ્યો હતો. ત્યારથી સબરીમાલા વારંવાર ચર્ચામાં આવે છે.
  • 2006માં કન્નડ અભિનેત્રી જયમાલાએ દાવો કર્યો હતો કે તેઓ 1987માં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. મંદિર પ્રમુખે કહ્યું હતું કે, ભગવાન નારાજ છે કારણકે મંદિરમાં યુવા મહિલા આવી હતી.
  • 2007માં કેરળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ યંગ લોયર એસોસિયેશનની અરજીના સમર્થનમાં એફિડેવિટ દાખલ કરી હતી.
  • ફેબ્રુઆરી 2016માં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર આવી તો મહિલાઓને પ્રવેશ આપવાની માંગણીથી ફરી ગઈ. ત્યારે તેમણે કહ્યું કે, પરંપરાની રક્ષા થવી જોઈએ.
  • 2017માં સુપ્રીમ કોર્ટે આ કેસ બંધારણીય બેન્ચને સોંપી દીધો. 28 સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટ મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી. ત્યારપછી પુન:વિચાર અરજી દાખલ કરવામાં આવી.