રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર છે’ના નિવેદનમાં રાહત મળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે સાવધાની રાખજો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું ખોટું છે. રાહુલને માફી માંગી લીધી હતી, અમે માફીને મંજૂર કરી લીધી છે.
રાહુલ ગાંધીએ તેમના નિવેદન ‘ચોકીદાર ચોર છે’માં કોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપ સાંસદ મીનાક્ષી લેખે સુપ્રીમ કોર્ટમાં અવગણના અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધીએ નિવેદન જાણી જોઈને વારં વાર આપ્યું હતું. તેમના નિવેદન માટે રાહુ ગાંધીએ માફી માંગી લીધી હતી. રાહુલ ગાંધીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ભવિષ્યમાં આવા કેસમાં લોકો વધારે સતર્ક રહેવું જોઈએ.

અવમાનનાનો ઈરાદો ન હતો, એટલા માટે અમે મામલામાં નમ્યા હતાઃકોંગ્રેસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કોંગ્રેસ નેતા અને રાહુલનો કેસ લડી રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ‘કાયદાની જીત થઈ છે. રાહુલની અવમાનના વિષયમાં એ સ્પષ્ટ છે કે રાજકીય અભિયાન વખતે ઘણા એવા શબ્દ અને વકતવ્ય સામે આવે છે, જેનો ઈરાદો કોર્ટની અવમાનનો ન હતો. અમારું એફિડેવિટ નોંધતા કોર્ટે રાહુલ ગાંધીને અવમાનનાથી રાહત આપી દીધી છે. અમારો અવમાનનો કોઈ ઈરાદો ન હતો. એટલા માટે જ અમે મામલામાં ઝુક્યા હતા. રાહુલને છૂટ મળવી અમારા માટે આનંદની વાત છે.’

શું છે આખો કેસ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી ગુનાહિત અરજી અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભાળાવ્યો છે. આ અરજી ભાજપ નેતા મીનાક્ષી લેખીએ કરી હતી, જેમાં રાહુલ પર આરોપ લગાવાયો છે કે, પીએમ મોદી પર નિશાન સાધવા માટે રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તોડીમરોડીને જે રીતે રજુ કરાયો છે અને તેનાથી કોર્ટની અવમાનના થઈ છે. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂર કરીને અવમાનના કેસ ન ચલાવવાનો આદેશ આપ્યો હતો.