કોરોના જંગ : સાંસદોના પગારમા ૩૦ ટકાનો કાપ, બે વર્ષ સુધી સાંસદ નિધિ પણ સ્થગિત

મુખ્ય સમાચાર રાજકીય

દેશમા ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની મહામારીથી લડવા માટે તમામ સાંસદોનો પગાર, ભથ્થા અને પેન્શનમા એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ઉપરાંત સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમા આ વટહુકમ મંજુર કરવામા આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે સાંસદ અધિનિયમ ૧૯૫૪ અંતર્ગત ૧ એપ્રિલ ૨૦૨૦મા સેલરી, ભથ્થા અને પેન્શનમા ૩૦ ટકાની કપાત કરવામા આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ અને અનેક રાજયના રાજયપાલ અને ઉપ રાજયપાલે એ સ્વેચ્છાએ તેમની પગારમા કાપ મુકવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે કહ્યું છે આ રકમ ભારત સરકારના સંચય નિધિમા જમા થશે અને તેનો ઉપયોગ કોરોના વિરુદ્ધની લડાઈમા કરવામા આવશે

આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે કહ્યું કે સાંસદ નિધિ ૨૦૨૨ સુધી તેને સમાપ્ત કરવામા આવશે. આ દરમ્યાન દરેક સાંસદના ૧૦ કરોડ રૂપિયા દેશ નિર્માણમા કામ લાગશે.

તેમણે કહ્યું કે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી લડવા માટે ખુબ જ ઘનની જરૂરિયાત હશે. જેમા કેન્દ્ર સરકારનો આ નિર્ણય મહત્વનો માનવામા આવી રહ્યો છે. કારણ કે તેની માટે એન-૯૫ માસ્ક, પીપીઈ કીટ, સર્જીકલ ગ્લોવ્સ, વેન્ટીલેટર, ટેસ્ટ કીટ અને બીજા જરૂરી સાધનો માટે નાણાની જરૂરિયાત હશે. આ ઉપરાંત ભારત સરકાર પીએમ કેર ફંડમાંથી લોકો પાસેથી નાણા એકત્ર કરી રહી છે.