કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ સાથે વડોદરા શહેર કૉંગ્રેસ મહિલા મોરચા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ તૃપ્તિ ઝવેરીએ જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો દ્વારા પ્રિયંકા ગાંધીની સોશ્યલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી શરૂ કરી દેવામાં આવી હતી. આ માત્ર પ્રિયંકા ગાંધી વિશે કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણીની વાત નથી, પરંતુ તમામ મહિલાઓ માટેની વાત છે. પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કૉંગ્રેસની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી.

