દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 918 થઇ, 24 કલાકમાં 149 નવા કેસો સામે આવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના તાજેતરના આંકડા ચિંતાજનક રીતે સામે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ભારતમાં 149 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેનાથી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 918 થઇ છે જ્યારે કોરોનાના ચેપથી મૃત્યુઆંક વધીને 19 થયો છે.

સ્વાસ્થ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે જાણકારી આપતા કહ્યુ કે, સરકાર એવા વિસ્તારો પર ધ્યાન આપી રહી છે જ્યાંથી કોરોનાના સૌથી વધારે કેસો સામે આવ્યા છે. આ સાથે સરકાર દરેક રાજ્યમાં હોસ્પિટલની સ્થાપના કરવા પર કાર્યરત છે. દેશભરના ડોક્ટારોને કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે દિલ્હીની એમ્સની મદદથી તાલીમ આપવામાં આવી રહી છે.

અન્ય માહિતી મુજબ શનિવારે તેલંગાણામાં કોરોના વાયરસના ચેપથી પ્રથમ મૃત્યુ કેસ નોંધાયો છે, અહીં માત્ર એક દિવસમાં કોરોના વાયરસના 14 નવા કેસો સામે આવ્યા હતા જેનાથી રાજ્ય સરકારે કડક પગલા લેવાની ફરજ પડી હતી.