એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન આજે એક મોટી દુર્ઘટનાનું શિકાર થતા બચ્યું છે. દુબઇથી મેંગ્લોર આવતું એર ઇન્ડિયાનું વિમાન રનવેની બહાર નિકળી ગયું. મેંગ્લોર એરપોર્ટના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને બહાલ કાઢી લેવામાં આવ્યા છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એન્જિનિયર વિમાનની તપાસ કરી રહ્યાં છે. સમગ્ર મામલાની તપાસ માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. ડીજીસીએને આ મામલાથી મહિતગાર કરી દેવામાં આવ્યા છે.