બ્રિટિશ ઘરમાં ટકી રહ્યા નથી; 12 અઠવાડિયા સુધી વધી શકે છે લોકડાઉન, કારણ વગર બહાર નીકળવા પર 93 હજારનો દંડ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોવિડ-19નો કહેર આખી દુનિયામાં છવાયો છે. તેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. 28 માર્ચ સુધીમાં બ્રિટનમાં કુલ 759ના મોત થયા છે. એક દિવસ પહેલા આ આંકડો 578 હતો. તેનો મતલબ એક દિવસમાં 181 લોકોના મોત થયા. 23 માર્ચથી દેશ ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકડોઉન 3થી વધીને 12 અઠવાડિયા સુધી રહેશે. તેનું કારણ એ છે કે લોકો બહાર નીકળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટેનસિંગના આદેશનું પાલન કરી રહ્યા નથી.
 
પ્રિન્સ ચાર્લ્સ સિવાય બ્રિટનના પીએમ જોનસન અને હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોક બંનેનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ કેર, સોશિયલ કેર, ફાર્મસી, પોલિસ સિવાય તમામ સાર્વજનિક અને પ્રાઇવેટ ઓફિસો બંધ છે. સોશિયલ ડિસ્ટેનસિંગથી જોડાયેલા પ્રતિબંધ 12 અઠવાડિયા સુધી રહી શકે છે.

તમામ હોસ્પિટલોની ઓપીડી લગભગ બંધ
બધી જરૂર વગરની યાત્રાઓ રોકી દેવામાં આવી છે. યુકે આવતી અને જતી 90% ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. 20 માર્ચથી યુકેની તમામ શાળાઓ બંધ છે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરીક્ષણો કરવા, હોસ્પિટલો તૈયાર કરવા અને સમુદાયમાં વાઈરસના ફેલાવાને રોકવા માટે ભારે તાણમાં છે. તમામ હોસ્પિટલોની ઓપીડી લગભગ બંધ છે. દર્દીઓને ટેલિફોન અથવા વીડિયો કોન્ફરન્સિંગની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે. ઇમરજન્સી ન હોય તેવા બધા ઓપરેશન પણ રદ્દ કરવામાં આવ્યા છે.

લોકોને ‘સ્માર્ટ શોપિંગ’ કરવાનો આગ્રહ
દરેક હોસ્પિટલમાં કોવિડ-એરિયા અને આઇસોલેશન એક્શન પ્લાન સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસીયુને ઇન્ટેન્સિવ ટ્રોમા યુનિટમાં રૂપાંતરિત કરવા માટે તમામ જરૂરી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, હજી પણ ઘણી હોસ્પિટલો કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં પર્સનલ સેફટી ઇકવીપમેન્ટ્સ આપી શકી નથી. આને કારણે ચિંતા વધી રહી છે. કાયદો અને વ્યવસ્થાને સંભાળવા પોલીસ રસ્તા પર ઉતરી છે. બિનજરૂરી રીતે બહાર નીકળવા પર 1000 પાઉન્ડ (93 હજાર) સુધીની પેનલ્ટી લગાવવામાં આવી રહી છે. સુપરમાર્કેટ્સમાં પ્રારંભિક પેનિક ખરીદી જોવા મળી રહી છે. જો કે, ખેડૂતો અને સપ્લાય કરનારાઓએ ખાદ્ય અને કરિયાણાના સપ્લાઈની કમી નહીં પડે તેવું પ્રોમિસ કર્યું છે.લોકોને સ્માર્ટ શોપિંગ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

સરકાર પ્રાઇવેટ કર્મચારીઓને પણ 80% પગાર આપશે
યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવાને સેવાઓ પહોંચાડવા સરકારની અપીલના 24 કલાકમાં લાખો લોકોએ તેમની મંજૂરી આપી દીધી છે. નાણાં પ્રધાન (ચાન્સેલર) રૂષિ સુનકે પ્રાઇવેટ અને સ્વ-રોજગાર બંને ક્ષેત્રના લોકોને તેમના પગારનો 80% હિસ્સો આપીને મોટી આર્થિક સહાયની ઓફર કરી છે. દરમિયાન, આગામી મહિનાઓમાં રોગચાળો કેવી રીતે ફેલાશે તેની ચિંતા હજુ પણ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી આખા વાઈરસનો આખી દુનિયામાંથી ખતમ નથી થતો ત્યાર સુધી ખતરો યથાવત રહેશે.