કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત

ગુજરાત મુખ્ય સમાચાર
અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.
કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 2, સુરત અને ભાવનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. SVPમાં છેલ્લા શ્વાસ લેનારી મહિલાએ કોઈ વિદેશ પ્રવાસ ન કર્યો હોવાથી સ્થાનિકમાં ચેપ લાગ્યો હોવાની આશંકા છે. મહિલા સાથે રહેતા અને આસપાસના લોકોને પણ તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જેમાં. વડોદરામાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 અને અમદાવાદમાં 3 જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે.
જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.