ડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે હાલોલ – વડોદરા તરફથી જઇ રહેલી એક એસ એક્સ ફોર ગાડીમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક એસ એક્સ ફોર ગાડી નંબર જી જે – ૦૧ – કે એન – ૭૬૦૩ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી હાલોલથી વડોદરા તરફ તરફથી જઈ રહી છે. બાતમીના આધારે એલસીબી પોલીસ જરોદ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી ગાડી આવતા ગાડીને કોર્ડન કરી રોકીને તલાશી લેતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૬૫ કિંમત રૂપિયા ૧,૦૮,૬૫૦ ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪,૬૩,૬૫૦ ના મુદ્દામાલ સાથે ખુશાલસિંગ ઉર્ફે બંસીલાલ રુિપસિંગ રાવત રહે. ચેતારણ, તા. ચેતારણ જિ. અજમેર રાજસ્થાન નાઓની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

