લોકસભા ચૂંટણી લડવા મામલે હાર્દિક પટેલ સુપ્રીમમાં, હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવા માગ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.હાર્દિકે સુપ્રીમમાં કરેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર રોક અને સજાને રદ કરવાની માંગ કરી છે. જો કે આ અરજી હજુ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં છે પણ તેનું રજીસ્ટ્રેશન થયું નથી. આ અરજીનું રજીસ્ટ્રેશન થયા બાદ હાર્દિક પોતાની અરજી પર સુનાવણી કરવા માટે માંગ કરશે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે, ગુરૂવાર લોકસભા ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવે.