પુંછમાં પાકિસ્તાનનું સતત ફાયરિંગ BSFના ઈન્સ્પેકટર શહીદ, 6 વર્ષની બાળકીનું પણ મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પુંછમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કરતા બીએસએફનું એક ઈન્સપેકટર શહીદ થઈ ગયા. આ ફાયરિંગમાં 6 વર્ષની બાળકીનું પણ મોત થઈ ગયું છે. પાકિસ્તાને પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં સવારે 7-45 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો.

કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. દરેક આતંકીઓ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલા હતા. ઈન્ટેલિજન્સ એજન્સી પાસેથી આતંકીઓ લસ્સીપોરા વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ પહેલા જવાનો પર ગોળી ચલાવી હતી અને ત્યારપછી જવાબી કાર્યવાહીમાં સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા.જમ્મુ-કાશ્મીર પોલીસના એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે હજી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. તેમની પાસેથી બે એકે 47 રાઈફલ, એક એસએલઆર, એક પિસ્તોલ અને ગોળા બારુદ મળી આવ્યા છે. આ પહેલાં 28 માર્ચે સીઆરપીએફ, સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 29 માર્ચે બડગામમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ચાર જવાન ઘાયલ થયા હતા.