મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ પાર્ટીમાં બળવાના સૂર ઉઠી રહ્યાં છે.
ભાજપના નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટથી બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેના પિતા ગોપીનાથ મુંડની વરસી પર 12 ડિસેમ્બરે તેમના સમર્થકોની બેઠક બોલાવી છે. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરિસ્થિતિમાં પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે. ત્યારે 8-10 દિવસમાં કોઈ મોટો નિર્ણય લઈ શકુ છું.
ફડણવીસ સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડે પોતાના જ ગઢ પરલીથી ચૂંટણી હારી ગયા છે. પંકજાને તેમના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડેએ હરાવ્યા છે. ધનંજય મુંડે હાલ ઉદ્ધવ સરકારમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ પોતાની બહેનને લગભગ 30,000 મતથી માત આપી હતી.
ફેસબુક પોસ્ટમાં પંકજા મુંડએ લખ્યું છે કે બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં ભાવી કાર્યવાહી પર નિર્ણય લેવો જરૂરી છે. આગામી 8થી 10 દિવસમાં નક્કી કરીશ કે આગળ શું કરવું છે. કયા રસ્તે મારે ચાલવું છે. અમારી મજબૂતી શું છે તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

