ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં આવ્યું વરસાદનું વિઘ્ન

ખેલ-જગત મુખ્ય સમાચાર
નોટિંઘમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ્દ થઇ છે. નોટિંઘમના ટ્રેંટ બ્રિજ મેદાનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. સવારથી શરૂ થયેલો વરસાદ થોડા-થોડ સમયના અંતરે પડતો રહ્યો જેના કારણે મેચનો ટોસ પણ થઇ શક્યો નહોતો. સાંજે 7.30 કલાકે કરેલા છેલ્લા નિરીક્ષણ બાદ અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. બંન્ને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવ્યા.
આ મેચ સાથે ભારત પાસે જીતની હેટ્રીક લગાવવાની તક હતી પરંતુ તેમાં વરસાદનું વિઘ્ન આવ્યું. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્ને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. હવે 16 જુને ભારતની પાકિસ્તાન સામે મેચ છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પણ પોતાની વિજય યાત્રા સાથે આગામી મેચમાં ઉતરશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 18 માંથી 4 મેચ વરસાદને ભેટ ચડ્યા છે.