SCOની બેઠકમાં PM મોદી, ભારત-ચીન વચ્ચે થઇ દ્વિપક્ષીય વાતચીત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકથી અલગ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત કરી જેમાં ચીન સાથેના આર્થિક સંબંઝધોને નવી ઉચાઇ આપવા અને દ્વિપક્ષીય સહયોદ વધારવા પર ચર્ચા થઇ.

આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર અને અન્ય સિનિયર ડિપ્લોમેટ્સ અને અધિકારીઓ પણ સામેલ રહ્યાં. બેઠક શરૂ થતા પહેલા બંન્ને નેતાઓ ઉષ્માપૂર્વક મળ્યા. બેઠક બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કેસ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિને બીજી અનૌપચારિક વાતચીત માટે ભારત આવવા નિમંત્રણ આપ્યું જેના પર તેમણે સહમતિ વ્યક્ત કરી અને આ વર્ષે તેઓ ભારત યાત્રા માટે આવવા તૈયાર હોવા જણાવ્યું.

વડાપ્રધાન મોદીએ આ મુલાકાત દરમિયાન બંન્ને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પેડિંગ મુદ્દાને ઉકેલવાનો ઉલ્લેખ કર્યો. તેમણે આ દરમિયાન ખાસ કરીને ભારતમાં બેંક ઓફ ચાઇનાની બ્રાંચ ખોલવા અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો.

ઉલ્લેખનિય છે કે, બિશ્કેકમાં યોજાઇ રહેલા SCO શિખર સંમ્મેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર સામેલ થઇ રહ્યાં છે. જો કે, ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ દરમિયાન પાકિસ્તાન સાથે કોઇ ઔપચારિક બેઠક નહી થાય. પુલવામા હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે અને તેવી અટકળો હતી કે બિશ્કેકમાં બંન્ને દેશના નેતાઓની બેઠક થઇ શકે છે, પર ભારતે તેનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો.