દેશમાં ઘણા શહેરોમાં કોરોના વાયરસનાં પગલે જાહેર સેવાઓ બંધ કરવામાં આવી છે,મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં જોખમને જોતા સેન્ટ્રલ રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રથી આવનારી અને રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 23 છે, તેમાંથી કેટલીકને માર્ચનાં અંત સુંધી તો કેટલીકને એપ્રિલ સુંધી રદ્દ કરવામાં આવી છે.
મળેલી માહિતી મુંજબ મંગળવારે મહારાષ્ટ્રમાં 5 નવા કેસ બહાર આવ્યા છે, આ તમામ નાગરીક વિદેશી છે, 5 નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 41 થઇ ગઇ છે, અને દેશભરમાં કોરોનાનાં દર્દીઓની 137 થઇ ચુકી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જીવલેણ કોરોના વાયરસની અસર હવે ભારતમાં જોવા મળી છે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વાયરસનાં પગલે 64 વર્ષનાં એક વૃધ્ધનું મોત થયું.
ત્યાં જ આ શખશની પત્ની પણ વાયરસથી ચેપગ્રસ્ત છે, મહારાષ્ટ્રમાં થયેલા આ મોત બાદ ભારતમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 3 થઇ ગઇ છે, જ્યારે તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ 137 પહોંચી છે.

