અત્યાર સુધી 141 કેસઃ મહારાષ્ટ્રમાં 41 કેસ, ઉદ્ધવે કહ્યું સરકારી ઓફિસ બંધ રહેવાની વાતો અફવા, લોકલ ટ્રેન પણ ચાલુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં કોરોના વાઈરસથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 141 કેસ સામે આવી ચૂક્યા છે. 17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને 1 કારગિલ જિલ્લાનો છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી 12 સંક્રમિત સ્વસ્થ થઈ ચૂક્યા છે. હર્ષવર્ધને કહ્યુ કે 54 હજાર લોકોને દેખરેખ હેઠળ રખાયા છે. રેલવેએ 22 ટ્રેન રદ્દ કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે, હાલ કોરોના વાઈરસને કંટ્રોલ કરવા માટે ઈન્ટિગ્રેટેડ ડિસિઝ સર્વિસ સિસ્ટમથી 54 હજાર લોકો પર સર્વિલાસ રાખવામાં આવી રહ્યું છે. તેને દર ચાર પાંચ દિવસે ફોન કરીને સ્વાસ્થ્ય અંગેની માહિતી લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં ડોક્ટર્સ, પેરામેડિકલ અને એર લાઈન સાથે જોડાયેલા કર્મચારીઓ સહિત બીજા સ્ટાફને કોરોના વાઈરસનો પ્રકોપ હોવા છતા અન્ય દેશોથી લોકોને લઈ જઈ રહ્યા છે. ડોક્ટર અને પેરામેડિકલ્સ જોખમ લઈને પોતાનું કામ કરી રહ્યા છે.
મુંબઈમાં કેબિનેટ બેઠક યોજવામાં આવી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે અણે બસ-ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો નથી. આ જરૂરી સેવાઓ છે. પરંતુ લોકોને અપીલ કરીએ છીએ કે કારણ વિના પ્રવાસ ન કરે. જેમ કે પૂણેમાં આજે દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે. એવી જ રીતે હું મુંબઈના દુકાનદારોને અપીલ કરું છું કે તેઓ પણ જરૂરી દુકાનો છોડીને તેમની દુકાનો બંધ રાખે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમે કોઇ પણ સરકારી કચેરીમાં રજાની જાહેરાત કરી નથી.

શિરડી મંદિરના દરવાજા બંધ કરાયા

કોરોના મહામારીના પગલે શ્રી સાઈબાબા સનાથન ટ્રસ્ટ દ્વારા શિરડી મંદિરના દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુંઓને દર્શને ન આવવા માટે વિનંતી કરાઈ છે.

દિલ્હીમાં રાજઘાટ અને લાલકિલ્લાને પ્રવાસીઓ માટે 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના પગલે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી સ્થગિત કરાઈ